તું ભવસાગરની ખેપ છો
તું સદા હાથવગો મેપ છો
તું મારાં માટે જ બનેલ છો
તું મારી ન્યુમેરો ઉનો એપ છો
તારાંમાં ફસ્યા પછી છૂટવું નથી
તું મારી મનગમતી હની ટ્રેપ છો
તું બ્રોડકાસ્ટ છો, તું જ ગ્રુપ છો
તું જ બ્લુ ટીકનું વોટ્સએપ છો
તું સૂર્ય, તું ચાંદ ને તું જ તારા
તું ઘોર અંધારાએ લેમ્પ છો
સુવાંનો ખોળો, રોવાંનો ખભ્ભો
તું રોજનાં થાકે પ્યારો નેપ છો
જીવનનાં ઘા છે કારમા,અસાધ્ય
તું મખમલી રાહતનો લેપ છો
રામાયણ, ગીતા પલ્લે ક્યાં પડે?
તું અઢી અક્ષરનો જાપ છો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply