તું આભ ને તું જ ધરતી છો
તું પુણ્યની પાકી પાવતી છો
યમરાજને પણ પડકારતી તું
તું મારી સતી સાવિત્રી છો
તારો વિરહ એ ઓટ હોય છે
આજીવન સાથની ભરતી છો
હું જીવતો છું ફક્ત એથી જ
તું મારાં પર મરતી છો
ભવોભવનું ચક્ર છે તારે શરણે
તું મતિ,રતિ ને તું જ ગતિ છો
તું અર્ધ નહીં, તું પૂર્ણાગીની છો
હું તારાં માટે, તું મારાં વતી છો
હું છું તારાં જ પ્રેમનો પાગલ
તું જન્મોજન્મ મારી વ્રતી છો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply