અરે ઓ જિંદગી,તું પારદર્શક બનજે
સાધન નહીં સાધ્યની તું સાધક બનજે
કૃષ્ણને પામવાં પાંગરે બસ કુબ્જા ભાવ
મેં ક્યાં કહ્યું છે કે તું આકર્ષક બનજે
ભલે પડ્યો રહું હું પથ્થર થઈ રસ્તા પર
અન્યની મંઝિલમાં તું માર્ગસૂચક બનજે
શું કરવું એ ભલે ના સમજ્યો આ જન્મે
શું ન કરવું કહેવા તું માર્ગદર્શક બનજે
પાછળ રહીને પણ આગળ સૌને વધારું
શૂન્ય સમી અન્યની તું મૂલ્યવર્ધક બનજે
ચક્રવ્યૂહ મારાં ભલેને હું ના ઉકેલી શકયો
જામવંત સમી પ્રભુની તું પરામર્શક બનજે
કપાય જાય ભલે આ જીવન તણી પાંખ
જટાયુ જેમ રાવણને ય તું બાધક બનજે
– મિત્તલ ખેતાણી
Leave a Reply