રેપ ની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે મેરિટલ રેપ અંગે પણ વિચારીએ
મહિલાઓ ને મેરિટલ રેપ થી બચાવવાનો સંકલ્પ લઈએ
Marriage is Licence to RAPE?
કોમેન્ટની/વિચારો વ્યક્ત કરવાની હિમ્મત અચૂક કરજો, આજની બોલ્ડનેસ કદાચ કાલનું સોલ્યુશન
મેરિટલ રેપ
મેરિટલ રેપ(લગ્ન સંબંધોમાં, પતિ નો પત્ની પર થતો નિયમિત બળાત્કાર)..
ડાઈવોર્સ નું આ પણ એક મોટું કારણ
આ વિષય ઘરે ઘરે,પણ છાને ખૂણે ,સદીઓ થી નહીં-સહસ્ત્રાબ્દી થી, આપણાં દંભી-કહેવાતાં શરમાળ સમાજ માં ચર્ચાતો રહ્યો છે.મેલ ડોમીનેટિંગ સમાજ માં સ્ત્રીઓ માટે નો આ અતિ વિકરાળ પ્રશ્ન છે.વચ્ચે વચ્ચે તો એવી ચર્ચાઓ પણ ખૂબ વિવાદાસ્પદ બની,કે,જો મેરિટલ રેપ ને ગુન્હો ગણવામાં આવે,તો મોટાં ભાગ નાં ઘરો બરબાદ થઈ જાય!!!
અનેક મતો હોઈ શકે.
આ બોલ્ડ વિષય પર…
આપના વિચારો આવકાર્ય
મેરિટલ રેપ
ગરિમાને દરરોજ એ ઠેસ કરે છે
ના પરવા મારી એ લવલેશ કરે છે
વ્યક્તિ છું, વસ્તુ નથી સમજે છે, છતાં
પતિ છે, હક્ક માનીને પ્રવેશ કરે છે
મારી ઈચ્છા, થાકની ક્યાં દરકાર એને
એને જે કરવું હોય એ જ કરે છે
હું પ્રેમ મેળવવાં પ્રવેશવા દઉં એને
એ પ્રવેશવા માટે પ્રેમનો વેશ કરે છે
હું પછી પડી રહું છું મશીનની જેમ
વાસના ઠલવીને રહ્યું સહ્યું એ શેષ કરે છે
વિકૃતિઓ જોઈ, સાંભળી,કલ્પી ને
મને અતિક્રમી પોતે પિશાચી ટેસ કરે છે
મુંઢમારનો કેમ, કોણ, કેવી રીતે કરે ચિત્કાર
લગભગ સ્ત્રીઓ આવો મેરીટલ રેપ સહે છે
એ પિતા છે મુજ બાળકોનો,સમજું છું
એથી જ હૈયું તન ને સહેવા ફોર્સ કરે છે
તું જ્યારે ને ત્યારે શરીરને ભલે પામી લે
દિલ તેટલું જ વધું તને ડાઈવોર્સ કરે છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply