પાપીને એની જ ભાષામાં સમજાવો તો સાચાં
બળાત્કારીઓને જીવતાં સળગાવો તો સાચાં
શેરીએ શેરીએ લૂંટાય છે હવે દ્રૌપદીનાં ચીર
સંભવામિ કહેનાર કૃષ્ણને બોલાવો તો સાચાં
આ કેન્ડલ, આ પ્લે કાર્ડ, આ ડિજિટલ આક્રોશ
ફાંસીનાં પરિણામ સુધી ના ભુલાવો તો સાચા
પડોશ નહીં ઠારો તો ભરખશે તમનેય આ આગ
દરેક બચ્ચીમાં પોતાની દીકરી નિહાળો તો સાચા
વિકારીની આંખ સ્થળ ઉપર જ ફોડે તે જ મર્દ
બાકી શિખંડી આ લવારાં અટકાવો તો સાચા
કર્મ નહીં મૂકે, પહોંચશે તારી બેન-દીકરી સુધીય
પોતાનાં ભાઈ/દિકરાને ગળે ઉતરાવો તો સાચા
~ મિત્તલ ખેતાણી
Leave a Reply