હે પ્રભુ, હું કેમ કરી કહું જેમ ઈચ્છું તેમ તું કરું
હું તને ફુલ અગરબત્તી સઘળું મારુ ગમતું ઘરુ
તું આખા જગનાં કણકણ ને માને છે પોતાનું
હું તો માનીતા સાથે સારું કહી મનગમતે ફરુ
હવા પાણી તેજ પ્રકાશ સર્વને તે સરખુ દીધું
તારુ દિઘેલુ ઉંચે દામે વેચી, ઘન ઘર ભેગુ ભરુ
તે એક ધરતી એક આકાશ દઈ એકત્વ સરજ્યુ
અમે જર જમીન આભ વહેંચી કહ્યુ મારુ કે મરુ
તુજ સુદામાને ગળે લગાવે, તુજ કુરુક્ષેત્ર કરાવે
હુ અજાણી બનીને જનમ જનમ ના ફેરે ચડું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply