હું જાઉં છું
બહુ દૂર કાયમ ને માટે.
તું કારણ પૂછીશ તો પણ
એ તને નહી કહું.
તું માગીશ મારું સરનામું
તો પણ હું નહિ આપું.
એટલા માટે નહિ કે
તું અચાનક આવી પહોચશે,
મારો દરવાજો ખટખટાકશે.
એટલા માટે નહી આપું કે
એ પછી હું,
તારી રાહ જોયા કરીશ
દિન પ્રતિદિન અંત સુધી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply