સાવ ખાલી આંખમાં સરનામું મળ્યું
જીવવા માટે મજાનું બ્હાનું મળ્યું.
સ્નેહ ભીની આંખ ઝરણા જેવી બની
એક કારણ આંખને ઝરવાનું મળ્યું
કાયમીને મસ્ત રહેતી નજરો હતી
રાહ જોઇને પરત ફરવાનું મળ્યું
સપનાઓથી રાત મારી સજતી હતી
આભમાં તારાઓને ગણવાનું મળ્યું.
ખુદ લુટાવ્યું હૈયુ સામે ચાલી અમે
ધાડ પાડું એમને કહેવાનું મળ્યું
જિંદગીની સૌ રસમ પાળી છે અમે
રસ્મ રીવાજોથી પર ભળવાનું મળ્યું
સાવ ભૂલી ગઇ હતી શબ્દોનો સંગાથ
દર્દ હો કે શોખ હો,લખવાનું મળ્યું
~ રેખા પટેલ ‘વિનોદિની’
ગાલગાગા-ગાલગાગા-ગાગાલગા
Leave a Reply