સફેદ ખેતરમાં,
બરફના ચાસ પડ્યા.
કોણ આવીને ખેડી ગયું,
આ માઇલો દૂર લંબાએલી
સફેદીને?
કે જોત જોતામાં અહીં
ટાઢની સાથે અભાવોના
થરથરતાં ફૂલ ઉગ્યા.
આટલાં બધા ફૂલો વચમાં પણ
હું હવે ,
આ બંધ બારીઓની માફક
સ્થિતપ્રજ્ઞ રહેતાં
બરાબર શીખી ગઈ છું।
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply