વિતેલી પળને સંભાળી સાથ રાખજે
છુટા પડવાની વેળાએ યાદ આવજે
કહેતા અલવિદા પ્હેલા સાદ આપજે
ફરી મળશું વચન પર તું ભાર આપજે
તું આશાનો દિપક જલતો રાખજે સદા
નકામી કામનાઓ સઘળી તું ઠારજે
કિનારે રહીને ના તરતા આવડે કદી
અનૂભવ હોય એની તું વાત માનજે
કરીને દાન ઢંઢેરો કૈ પિટાય ના
દઈ જમણે ને ડાબાથી સંતાડજે
કટોરો વિષનો મીરા જેમ લઈને તું
બધાને પ્રેમ રસ દિલથી પીવડાવજે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply