રોજ લહેરાતી અલક લટોને, આજ કહી ના ચેન છે.
તું હવા સરીખો આવી જા, મન ઉડવાને બેચેન છે.
ના મન મારું કઈ માને છે, ના તારા વિના રાહત છે
તું શ્વાસ મહી પરખાઈ જાય, તહી આંખોને ચેન છે.
ગગન આખું સડક બન્યું અને સપના રેલમછેલ છે
તું મેઘધનુષ્ય ના રંગો દેજે, એજ ઈશ્વરની દેન છે.
તારી આંખોમાં ઉગે સુરજ, ચહેરો જોઈ રાત ઢળે,
આટલો આપણો કાયમ સબંધ, આજ લેનદેન છે.
હો, તારા થકી ઓળખ મારી, આજ મોટી મહેર છે,
ના હોય તુ આસપાસ તો મારે યાદોનું ભારે ઘેન છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply