આપ સર્વ ના અધધધ સ્નેહ ના ઋણ ને ફોડવાની શક્તિ મારામાં નથી, બસ એક નાની કવિતા આપ સહુ મિત્રો ના નામે અર્પણ …
લખવા બેસું ગઝલ સબ્દોમાં મિત્ર ટંકાય છે
વિના સાથ તમારે એ પાનાં કોરા વંચાય છે
દુર દુર થી ઉડતો આવી પ્રેમ બધો વિટાય છે
અલગારી લાગણીઓ થી મન ગુલાલે રંગાય છે
હ્રદય તમારી સંગે ઉત્સવ બની ઉજવાય છે
દુરતામાં તમારે વસંતે પણ પાનખર વેરાય છે
આંખ મીચું અને સપનામાં હલચલ જણાય છે
ભર નીંદરમાં યાદો બધી ખુશ્બુ થઈ પંકાય છે
વરસો વરસ હવે ઋણ મિત્રતા નું ચડાય છે
દેજે શક્તિ પ્રભુ પ્રેમે સહુનું મન જીતાય છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply