લખતો રહીશ ભીના અક્ષરે હવામાં તારું નામ,
તું જળ બની વાદળૉ ઉપર સવાર થઈને આવજે,
સાથ સુકાયેલી ક્ષણોમાં ભીનાશ ભરીને લાવજે..
લખતો રહીશ ખીલતી કળીઓ પર તારું નામ,
તું ફૂલો ઉપર ઝરતાં ઝાકળ બનીને આવજે,
એક મદમાતી પ્રભાતી તું સુગંઘ ભરીને લાવજે..
લખતો રહીશ હું ક્ષિતીજની રેખા પર તારું નામ,
તું સ્નેહ મિલનના મેઘધનુષી રંગો ભરીને આવજે,
નભ ને ઘરાનાં મિલનની તું સાક્ષી ક્ષણોને લાવજે..
લખતો રહીશ ધડકનના બધા તાલમાં તારું નામ,
તું મારી ઉર્મિઓમાં વહેતો શરાબ બનીને આવજે,
પ્રીતની પ્યાલીમાં તું વિશ્વાસ ભરી ભરીને લાવજે..
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply