રૂપ કેવું ઘેલું લાગે એ મને સમજાઈ ગ્યું
ચાર ધોળા વાળ જોયાને આ મન મુંઝાઇ ગ્યુ
આંખને ઝાંખપ વધી તો દ્રશ્ય પણ ભરમાઇ ગ્યુ
ચાંદની સમ રૂપ તડકાને અડી લેવાઇ ગ્યું
આંખના પડદાઓ ઢાળી રાતની ભ્રમણા કરી
જે છુપાવ્યું મેં નયનમાં,આયને દેખાઇ ગ્યું
જે અહી મારૂ હતું,મુજથી જવા લાગ્યું તે દૂર
ડૂબવાનું છે કિનારો જોઇને સમજાઇ ગ્યું
સર્પ સીડી જેમ મારૂં આયખું ચડતું રહ્યું
સારુ નરસુ એક રેખામાં બધું ફેલાઇ ગ્યું
મીણ જેવો દેહ ચીતામાં બળીને રાખ થાય
જિંદગીમાં દેહ સાથે રૂપ પણ હોમાઇ ગ્યું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply