મારા મહી
એક આખું ચોમાસું વસતું હતું.
ભીના નીતરતાં આભ માંથી
ઝરમર ઝરતાં નેહ સમુ
એક હૈયું ઘબકતું હતું.
કદીક વીજના ચમકારા કરી
કાળા ડિબાંગ આભ ચમકાવતું
ઘડઘડાટી બોલાવી એ ડરાવતું.
બેઘડીનાં ખેલ કરી, બધું સમેટી
ફરી ખુદ ચુપકીદી સાધી,
વાદળી ફરફર વરસતી રહેતી.
પાને પાને સંગીત વહેતું
બધું ગંધ સુગંધ થી મિશ્રીત હતું.
આભે આવ્યો ધગધગતો લાવા,
વાદળીઓ વિલાઈ ગઈ
સરવાણી મીઠી સુકાઈ ગઈ.
બહુ દિવસે યાદ આવ્યું
મારા મહી પણ એક ચોમાસું વસતુ હતું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply