હવે ચણ્યો એક કિલ્લો મારી આસપાસ.
નજરકૈદી બની ને ફરુ મારી આસપાસ.
આમજ એકલતા ધુમે મારી આસપાસ.
પડછાયા પણ આવતા ડરે મારી આસપાસ.
પહેલા ઉડતી મુક્ત પક્ષી જેમ મારી આસપાસ.
નજર પણ નખાતી નથી હવે મારી આસપાસ.
ચો તરફ થોર ના વન મારી આસપાસ.
ધાયલ થઇ પડી મારી આસપાસ.
લોક ટોળે વળતા પહેલા મારી આસપાસ.
‘કાજલ’ સાદ પણ કરતુ નથી મારી આસપાસ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply