હાથોમાં હાથ લઇ તમારો ચાલી નીકળુ.
મંઝીલ મારી તમને બનાવી ચાલી નીકળુ.
થાક ઉતારવા શીશ તમારુ મારા ખોળે લઉ.
હાથ તમારા કેશ માં ફેરવી ચાલી નિકલું
મસ્તક તમારી છાતી માં છુપાવી લઉ.
હુંફ તમારી પામી લઉ, ચાલી નિકલું
વાતો સાંભળતા રાત આમ ખુટી જશે પિયુ.
મન તમારુ હળવુ થાય તો ચાલી નિકળું
તમારા આગમને આવકરતું હાસ્ય ફરકાવી લઉ.
તમને થાક તમારો ભુલાવી દઉ ચાલી નિકળું .
આજ મારુ હોવુ સાથઁક બનાવી લઉ પિયુ.
દુ:ખો પીડા તમારી હું ભોગવી લઉ ચાલી નિકળું
જીવન માં તમને ખુશી ના પુષ્પો બિછાવી લાઉ
‘કાજલ’ ની તમન્ના તમને મારા બનાવી ચાલી નિકળું
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply