સ્વપ્ના માં મેં દીઠુ આજ મૃત્યું,
કેવુ હતુ જાણવુ છેં? તમારે મૃત્યું.
મને કરેલ હતા સોળ શણગાર તે મૃત્યું,
પીઠી ચોળી સ્નાન કરી સુવાડી તે મૃત્યું.
છાળ લીપ્યુ ને ધાસ લાવ્યા એવુ મૃત્યું,
સંથારો કયોઁ સુવાડી ભોય પર તે મૃત્યું.
માથા પાસે મૂકયો ઘી નો દીવો તે મૃત્યું,
મોમાં દીધુ જમનાજળ, તુલસી પત્ર ને એક પૈસો તે મૃત્યું.
બધુ કરી ને બાંધી નનામી ને બોલ્યા હે!રામ તે મૃત્યું,
લાડુ વાળયા ને દીધા શ્ર્વાન ને, એક લીધો ભાગોળે સાથે તે મૃત્યું .
ચાર વિસામા આવ્યા ચોથે વિસામે સુવડાવી તે મૃત્યું,
‘કાજલ’ આ સ્વપ્ન નથી હવેતો, લીધા છેલ્લા ફેરા નમન કરી તે મૃત્યું.
હવે મુખાગ્નિ આપી કરી વિદાય તે મૃત્યુ,
અસ્થિ ભેગા કરી કયાઁ જળ ભેગા તે મૃત્યું.
નવો જન્મ પામવા જુના દેહ ને ત્યજી દીધો તે મૃત્યું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply