સૂયઁ નુ સપ્ત અશ્ર્વરથ પ઼યાણ,
તેના આગમન ને આવકારવા.
મનરુપી અષ્ઢ અશ્ર્વ તૈયાર
મઘૂર પંખી ઓના કલરવ,
મંદિર ની ઝાલર નો ટંકારવ
તો મસ્જીદ માંથી ઉઠતી અઝાન.
ગૌચર જતી ગોધણ ની ઘંટડી નો રણકાર,
પ઼ભાતીયા ની સંગત
ને લીલીછમ ઘરતી નો સાદ.
કુદરત ના ખોળે ખેલતા કુદતા બચપણ નો ખીલખીલાટ,
અને સાથે જ ખેચાઈ લગામ
મનરૂપી અશ્ર્વ ની..
મોબાઈલ માં વાગતા ઘંટડી એ,
ચલ ઉઠ જાગ હવે…
ને હુ સ્વપનલોક માંથી જાગી,
શરૂ કરૂ છુ મારો દિવસ.
વાહનો ના કોલાહલ
ડામર ની સડકો,
દૂરદૂર ભાગતી હાંફતી જીદગી,
શહેર ના શ્ર્વાસ રૂપી લોકલ ના અવાજ વચ્ચે,
કહેવાતા સપનો ના શહેર માં.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply