સરિતા ભળી
સાગર, ઐકય કે
ત્યાગ રુપજ.
મયાઁદા તારી
ઉંબર વળોટ ત્યા
જગ વિશાળ.
શિષ્ટાચાર ને
કતઁવ્ય, પીસાતી જી
હાસ્ય પહેયુઁ.
દ્રીધા પાળી જ
કાયમ અનિચ્ચીત
જીવંત મન.
સંતા કુકડી
રમત રમતી જી
જીતતી નીત્ય .
ઝંખના સ્પશઁ
પરાકાષ્ઠા, અંતિમ,
અતૃપ્ત આત્મા.
(અહિંસા)હત્યા અહિંસા
ઘમઁ ના નામ પર
ખુદા રાજી કે
માનવતા જ
હણાય હરવાર
ધમઁ નામેજ.
જડ માન્યતા
અનુસરણ છોડી
કંડારી કેડી.
પડધા પડે
અનહદ ગોષ્ઢી ના
સંગત તારી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply