સંજોગ નોખા
ચો દીશા, ભટકતુ
ચંચળ મન.
મેહ વરસે
તરસ્યુ, જોબન ને
ભીજાઇ પ્રીત.
ગુંજે ચોપાસ
જય જયકાર ને
જીતતું મન.( જગ)
સત્ય અસત્ય
એક, સિક્કા ની બાજુ
છતાં અલગ.
કૃષ્ણ સખા તું
પ્રતીક્ષા, અહનિશઁ
તુંજ મિલન.
રાધા ને મીરાં
નામ જ અલગ કે
પ્રીત અનોખી.
પિયુ વિરહ
વેરણ, જીવન ને
ભગ્ન સપનાં.
ચાહત પ્રીત
રાધા મીરાં ગોપીઓ
ગોકુલ મારુ.
માખણ મીશ્રી
યશોદા, લાડ અધુરા
દ્રારીકા સાચું.
ટ્રાફીક જામ
માનવ, બહાવરો
છટકે મન.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply