શબ્દો ની પાંખ પહેરી ઉડી ઉડી આવું.
ઝાકળ ના બિંદુ ની માળા પહેરાવું.
વસંત ના વૈભવ નો થાળ સજાવું.
શબ્દો ની પાંખ પહેરી ઉડી ઉડી આવું
તું મારા મા હું તારા માં,
જીવન ના ગીત ને ગોતી ગોતી આવું.
શબ્દો ની પાંખ ને પહેરી ઉડી ઉડી આવું.
કોયલ ને ટહુકે ને મોર ને ગહુકે ગીત રે સજાવું
મન કેરી વીણા ના સૂર સજાવું
શબ્દો ની પાંખ પહેરી ઉડી ઉડી આવું
પુનમ ની રાતે તારાલીયા ની સાથે કે સખી ઓને સંગાથે.
શબ્દો ની પાંખ પહેરી ઉડી ઉડી આવું.
વષાઁ ની હેલી એ વન ની કેડી એ તને નવરંગ ફુલો એ વધાવું.
શબ્દો ની પાંખ પહેરી ઉડી ઉડી આવું.
સંધ્યા ના રંગો ની રંગોળી બનાવું.
ચાંદ સૂરજ ની સાખે તને મળવા રે આવું.
શબ્દો ની પાંખ પહેરી ઉડી ઉડી આવું.
‘કાજલ’ અશકય ને શકય બનાવું પરિશ્રમ ના ગીત થી.
શબ્દો ની પાંખ પહેરી ઉડી ઉડી આવું.
જીવન સાફલ્ય કરું તમારા સ્નેહ થી.
શબ્દો ની પાંખ પહેરી ઉડી ઉડી આવું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply