શ્ર્વેત અશ્ર્વો ના રથ પર થઈ સવાર.
સારથી પાથઁ તણા થયા જયારે તમે.
એક પળ વિશ્ર્વ થંભી ગયુ હશે ત્યારે.
જયારે વિશ્ર્વરૂપધયૂઁ દુયોઁધન કાજે તમે.
ત્યારે હર પાપી ડરી ગયા હશે ને ત્યારે.
જયારે વિશ્ર્વદશઁન કરાવ્યુ પાથઁ ને તમે.
એ પળ કેટલી ધન્ય હશે પાથઁ માટે ત્યારે.
હમેશા જગત ના તારણહાર તમે.
ઓહ!કુષ્ણ તુ સુદામા નો મિત્ર,
યશોદા નો કાન, ગોપી ઓ નો ગોપ,
કે રાધા નો પ્રિય, કયુ રૂપ તારુ આમા ?
તારા રૂપ કેટલા ભવ્ય છે હર અેક કાના.
બલરામ સંગ નાનેરો ભાઈ, પાંડવ સંગ મિત્ર.
દ્રોપદી ના ચીર પૂરતો તારણહાર કાન તું.
ગોપી ઓના વસ્ત્ર નો ચોર કાન તું.
કાલીનાથ નુ દમન કરનાર કાન તું.
કંસ ને મારતો કુષ્ણ તું.
કુબ્જા ને સુંદરી બનાવતો તું.
ઓહ ! પ્રભુ મારો તારણહાર તું.
ઇચ્છુ તારી મીરાં બનવા ને.
કુષ્ણ બની ફરી એકવાર આવ તું.
‘કાજલ’ તારા નામ ને,
પ્રેમ કરે છે તો પુજા પણ કરે છે.
એકવાર આ ભવસાગર માં થી, મારી નાવ પાર ઉતાર તું.
મારા જીવન રથ ને …
આગળ ધપાવવા સારથી બની ને આવ તું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply