સાંભરે છે મને મારા એ દિવસો.
હસતા-હસતા તો કયારેક રમતા-રમતાં,
અમે કોલ દીધા હતા તમને.
સાંભરે છે મને મારા એ દિવસો.
વખત-વખત ની વાત છે સમય ને કાંટે ને કાંટે,
અમે ચાલ્યા હતા તમારી સાથે.
સાંભરે છે મને મારા અે દિવસો.
ઉભી હતી હજી તો જીવન ને પહેલે પગથારે,
ત્યા તો લઇ લીધો નિણઁય સાથ જીવવા- મરવા નો.
સાંભરે છે મને મારા એ દિવસો.
કહેતા મને પતંગીયુ ઘડીક અહીતો ધડીક ત્યાં,
હતી રમતી હું ખીલખીલાટ હરપળ હરક્ષણ.
સાંભરે છે મને મારા અે દિવસો.
બસ, થયો પ્રવેશ તમારો અમે ખોવાઇ ગયા,
ને થઇ ગયુ પરિવતઁન અમારા માં.
સાંભરે છે મને મારા એ દિવસો.
‘કાજલ’ ને જીવવુ હતુ ને મરવુ હતું,
શકય નથી હોતુ બન્ને સાથે .
સાંભરે છે મને મારા એ દિવસો.
જીવે છે આજ કોઇ ની યાદ દીલ મા ભરી,
આંખો ના સપના ને દીલ માં છુપાવી.
સાંભરે છે મને મારા એ દિવસો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply