વિશ્ર્વાસ પર જીંદગી ને ઝુલાવતી રહી.
તારા વિશ્ર્વાસ ની દોર બહુ કાંચી રહી.
જીંદગી ની હર અધુરપ ને મધુરપ માનતી રહી.
આવેલ મુશ્કીલ ને તારી સૌગાદ સમજતી રહી.
વાતો માં રહેલ વ્યંગ ને હાસ્ય માનતી રહી.
તારા કારનામા થી અજાણ જીંદગી સજાવતી રહી.
સ્વમાન ને કચડી તારી સંગ મુશ્કુરાતી રહી.
‘કાજલ’ સાથ- શાંતિ-ઐકય જાણવવા ધુટાતી રહી.
હ્રદય માં જલતી આગ ને સ્નેહ થી બુઝાવતી રહી.
સ્વ ને ભુલતી જીંદગી માં પીગળતી જ રહી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply