સંગીત ના સૂરો ને તાલી ઓ ના તાલે.
ધુમે આાજ ખૈલયા ગરબે ધુમે રાસ રમે.
હરખ ઉલ્લાસ ને મસ્તી માં ગુલતાન થઇ રમે.
આ યૌવના ઓ ભાતીગળ શણગાર સજી રમે.
જીન્સ પહેરનારી આજ ચોલી પહેરી રમે.
વરસ આખુ લાગે વિસરાઇ સંસ્કૃતિ ને રમે.
રોકયા રોકાય નહી ને પગ ના તાલ દેવાય જાય ને રમે.
રુમઝુમ કરતી જાય, આંખો ના ઇશારે રમે.
‘કાજલ’ વરસ નો થાક ઉતરી જાય ગરબે રમે.
નવઉલ્લાસ જીવન માં ભરી જાય ભક્તિ ભાવે રમે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply