યાદ છે તમને?
આપણી પહેલી મુલાકાત
શુ જોયુ તુ તમે?
શુ જોયુ તુ તમે?
શુ જોચુ તુ મે?
આ ચહેરો..
કે પછી કાંઈક વધારે.??
મને યાદ છે આપણે સાથે વીતાવેલ એ સમય….
તમને સાંભળયા ….
મને લાગ્યુ કે જીવી શકીશ તમારી સાથે…
સુખી ના થાયે તો કંઈ નહી,
એક બીજા ના દુઃખો સરખા,
દુઃખો તો વહેચી શકીશુ.
અને આજ વરસો વીતી ગયા એ વાત ને,
આજ પણ તમારો પહેલો સ્પશઁ, પહેલી નજર,
મને રોમાંચીત કરે છે.
ઘણી પળો જીવન માં ગુમાવી છે.
ચાલ સાથે પાછા જીવી લઈ એ,
કદાચ સમય ને પાછો લઈ જઈ શકીએ.
જે પળો નથી માળી શકયા…
તેને માણી લઈ એ.
શુ છે આ જીવન?
તારા મારો સાથ.?
થોડાક રીસામણા, થોડાક મનામણા,
થોડી ફરિયાદો..?
આજ રહી ગયુ જીવન?
શુ ખુટયુ આપણા વચ્ચે?
વિશ્ર્વાસ..? પ્રેમ..? કે અહંમ?
માલીકી નો ભાવ?
હું આજ પણ એજ છુ જે ત્યારે હતી….
તારી પ્રથમ મિત્ર, પ્રેમિકા, તારી જ સંગીની…
તુ કયા છો?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply