રુક જાવ કહે ને રોકાઇ જવાય.
વાત કરો કહે ને કહેવાય જાય.
નીરખ્યા કરું ને સમય સરી જાય.
નજર ચુરાવે ને સાંજ ઢળી જાય.
નામ તારું આવે ને દ્રાર ખુલી જાય.
સ્પઁશુ તુજ હસ્ત ને આંખ મળી જાય.
યાદ આવે તારી ને મૌસમ ફરી જાય.
રણ ના દરિયા ને અશ્રુ ભરી જાય.
આવો કહે જયાં તે દીલ હરી જાય.
‘કાજલ’ આમ જ તે જાન બની જાય.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply