રોજ કરો ફરમાઇશ તમે, નવુ કંઇ સંભળાવો..
કહુ કહાણી મારી શબ્દો માં પરોવી ને સાંભળો .
ઝખ્મો મારા ખોતરી ખોતરી તમે પુછયા કરયુ.
તમારા ખાતર વાહ કે દાદ ની આશા વગર લખ્યા કરયુ.
નથી સ્પશઁતા તમારા કણઁપટલ પર આ અવાજો.
કણસળાટ કે દરદ નો ચિત્કાર નથી તમને સ્પશઁતાે?
આ દરદ એ રક્ત ના અશ્રુ ઓ વહાવ્યા…
સ્મિત મઢયા ચહેરે મુતીઁમંત બની તમે નિરખ્યા કરયુ.
માગ્યુ શું મે? માત્ર તમારી ચાહત નો ટુકડો.
તમે તો તમારા આંગણ નો માંગણ જ સમજી લીધો.
નથી જોઇતી માંગણ બની ચાહત તમારી..
‘કાજલ’ કહે સ્વ ના ભોગે તો ન ખપે તું પણ..
હવે દે ઉપહાર મા ઉપહાસ કે તારી શક્તિ હોય તેટલા દરદ..
હવે ફરિયાદ કે આહ પણ નહી મળે ઉતર પ્રત્યુતર માં.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply