વિજયા દશમી ..રાવણદહન. હરવરસ..
દશાંનન અનેક ગુણો નો સ્વામી..
માત્ર પરસ્ત્રી અપહરણ બેન ને ખાતર..અને ..
રાવણ પર રામ નો વિજય
અસત્ય પર સત્ય નો વિજય
બુરાઇ પર અચ્છાઇ નો વિજય..
દાનવતા પર માનવતા નો વિજય
સદી ઓથી જલાવી એ (દહન કરીએ)રાવણ પુતળુ.
તોય હરવરસ પૈદા જાય છે અસંખ્ય રાવણ..
આ પ્રતીકાત્મક દહન નો શો અથઁ છે?
દહન કરો તમારી અંદર રહેલ ના રાવણ નુ..
દહન કરો તમારી અંદર રહેલ બુરાઇ નુ.
સાચુ દહન ત્યારે કહેવાશે
જયારે હરએક માં જાગશે.
માનવતા ના અજવાળા..
બંધ થશે સીતા કેરી અગ્નિ પરીક્ષા ..
નારી સન્માન ની વાતો નહિ..
નહિ
થશે હ્રદય પુવઁક સ્ત્રી સન્માન..
‘કાજલ’ દહન અને દોહન તો થયા કરશે..
આતો વશીભુત ટોળા છે..
નહિ જગાડી શકાય કયારેય તેને..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply