રોજ સાંભળું શબ્દાવલીની સરગમ સુરો તણી
રોજ ન મોકલ સપના ની સૌગાત તું ગણી ગણી .
શ્વાસની આવન જાવન જોયા કરી છે એક ચિત્તે,
જરા નજીક આવ બતાવું કેવી શ્વાસની ચાદર વણી.
આ નાજુક પ્રીત આપની છે પિયુ પુષ્પો થી કોમળ
હવે મારૂ આખે આખ્ખુ આ જીવન વળ્યુ તુજ ભણી.
ઈચ્છા થાય છે મને શ્રુગાર સજયા નવા નવવધુ ના
સાથો સાથ ઝંખના રહ્યા કરે તુજ મિલન મને ધણી ધણી .
‘કાજલ’ વૃંદા વનના ના વિચારો માં જીવતા શીખી ગઈ છે,
તારા પવિત્ર પગલા થયા જયાં મુજ નાનકડા ધર ભણી..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply