રાજીપો માગ્યે મળે નહિ કયાય ખુશી.
મહેલો માં શોધ્યે જડે નહિ કયાય ખુશી.
સંપતિ ના વરવા પ્રદશઁન અપઁ નહિ ખુશી.
થાળ ભયાઁ બત્રીશ પકવાન ઓડકાર આવે નહિ ખુશી .
અપ્સરા શી નાર ઘરમાં, વિશ્ર્વાસ વિના મળે નહિ ખુશી.
સતત આશંકા અજંપો, ઝંખના કરયે મળે નહિ ખુશી.
બાળક ની નિઁદોષતા માં દેખાય જાય ખુશી.
શ્રમજીવી ના પ્રશ્વેદ માં મળી જાય ખુશી.
કિલ્લોલ કરતા બાળકો ના ટોળા માં મળી જાય ખુશી.
ખુદ ને વિસરી જીવતા સ્વજન માં મળી જાય ખુશી.
‘કાજલ’ નાની નાની વાતો નો રાજીપો ને મળી જાય ખુશી.
તુ ખુશ તો સદા હું ખુશ એ વાત કહિ જાય ખુશી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply