રંગો વેરાયા ને રંગોળી રચાઈ,
મેઘધનુષ ની છટા શરમાઈ.
વનરાજી ની લીલીછમ જાજમ પથરાઈ,
નવોઢા ના રૂપ શી ધરતી શણગારાઈ.
ખળખળ કરતી સરિતા લહેરાઈ,
સુસ્ત ગ્રીષ્મ વાતાવરણ માં, જીદગી ની નવી મૌસમ છલકાઈ.
રૂપ ખીલ્યુ, રંગ ખીલ્યા ને..
ધરતી એ સજયા સોળ શણગાર ને હરખાઈ.
ઋતુ ઓ ની રાણી આમજ નથી કહી,
વષાઁરાણી ના આગમને જીવન છલકાઈ
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply