યાદો ની પટારી ને ધીરે થી ખોલીએ.
યાદો ને ધીમે ધીમે મનમાં ચગળીએ.
ખટ્ટી મીઠ્ઠી યાદો ને ધીમેધીમે વાગોળીએ.
યાદો ની પટારી ને ધીરે થી ખોલીએ.
તારી યાદો થી પટારા ભરયાઁ.
યાદો ને તેમાં થી એકએક ચુંટીએ.
ધીમે ધીમે તેની ઘડીઓ ખોલીએ.
યાદો ની પટારી ને ધીરે થી ખોલીએ.
મોંધી જણસ જેવી મારી યાદો ભરેલી.
જીવન ના રંગો ના લેખાજોખા કરતી.
યાદ વારંવાર યાદ કરાવતી.
યાદો ની પટારી ને ધીરે થી ખોલીએ.
આંખ માં હષાશ્રુ ને હોઠો પર હાસ્ય લાવતી.
યાદો તો જીવન માં સંગીત ફેલાવતી.
‘કાજલ’ યાદો ની સ્મૃતિ વિસ્મૃતિ કેમ થાતી?
યાદો ની પટારી ને ધીરે થી ખોલીએ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply