મિત્રા, કરી એ આજ આપણી વાત,
તારી સમજ મારી સમજ ની વાત.
ના આપણી સમજદારી ની વાત.
ઘણી વાતો, ન તુ બોલ્યો ના હું બોલી,
તો પણ રચાયેલ એક સંવાદ ની વાત.
એક મેક ની સાથે પણ,
તન થી યોજનો દૂર રહ્યા ની વાત.
આ રાધા ક્રુષ્ણ નહી..
ક્રુષ્ણ ને મીરાં ના વાત.
ઝેર ના ઘુંટડા ભયાઁ છતાં.
મસ્તી રહી ક્રુષ્ણ પ્રેમ ની વાત
ક્રુષ્ણ ને અજુઁન નહી…
પાંચાલી ને તેના સખા ની વાત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply