મારા મન માં આકાર લેતી.
મારા ભાવ વિશ્ર્વ ને સાકાર કરતી.
મારા શબ્દો મારા માં ઉગતા..
કયારેક તે અધુરા અજન્મા જ છુટતા.
તો કયારેક પુણઁ રુપ પામી ઉછરતા.
મારા પોતાના બની જગ માં વિચરતા.
વિચારો ના વિશ્ર્વ માં મને ફેરવતા.
કલ્પના ની પાંખો એ સવારી કરાવતા.
મારા માં જ જન્મતા ને મારા માં કાળ પામતા.
જયારે જયારે તે કાગળ પર ઉતરતા મને સજઁન નો સંતોષ આપતા.
‘કાજલ’ કહે મારા શબ્દો જ જાણે બોલતા.
મારી અનદેખી અનકહી કહાણી કહેતા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply