મારા ઘર ની બાલ્કની એ થી હુ તને જોતી,
તને સોળ કળા એ ખીલતો હુ જોતી.
તને જોઈ ને મારી ચાહત વધતી,
તારુ તેજ, તારુ રુપ હમેંશા મને ગમતુ.
રાતો ની રાતો તને હુ જોતી…
આસમાન માં તારી સંતાકુકડી જોતી.
તારલા ને વાદળ સાથે જયારે તને જોતી,
તારુ તેજ વતૃળ તારી ચાંદની મને ગમતી.
મારા ગીતો માં, મારા ખ્યાલો માં તારુ જ પ્રતિબિંબ જોતી,
સાગર ના કિનારે જયારે તને જોતી.
રાત ની નિરવતા માં તારુ પ્રતિબિંબ નીહાળતી,
અંધારી રાતે, જયારે તને ના જોતી.
એ અમાસ ની રાત્રી મને કયારેય ના ગમતી,
તારા પ્રત્યે નો આ અનુરાગ શું છે ?
શું શશી તુંજ મા હુ કોઈ ને કલ્પતી?
કે પછી ‘કાજલ’ ની કલ્પના નો ભાગ તુ ચંદ્ર જોતી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply