માંગ્યુ મે ચપટીક ને, તમે ખોબો ભરી આપ્યુ.
માંગ્યુ મે એક બુંદ ને, મને છલોછલ ભરી આપ્યુ.
આંખ માંથી એકાદ મોતી ખયાઁ ને, તમે સાગર ભરી દીધો.
માંગ્યુ મે હાસ્ય ને, તમે મહેફિલ સજાવી દીધી.
માંગ્યો મે સાતપગલા નો સાથ ને, તમે સાત જન્મો અપીઁ દીધા.
માંગ્યો મે તમારા સુખ દુ:ખ માં ભાગ ને, તમે જીવન સુખો થી છલકાવી દીધુ.
માંગ્યો મે નાનકડો વિશ્ર્વાસ ને, તમે સ્વઁસ્વ અમને બનાવી દીધા.
‘કાજલ’ તમારી પુજારણ ભવોભવ આમ બનાવી દીધી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply