બંધ હોઠો એ કહેલ વાત તમે.
બંધ આંખો એ કહેલ વાત તમે.
ઝુલ્ફો ને હટાવી કહેલ વાત તમે.
નજર થી નજર મળતા કહેલ વાત તમે.
બંધ પલકો ની વાત કયાં સુધી હવે.
શબ્દો નો સહારો લો હવે.l
નજર ની ભાષા નો આશરો કયાં સુધી હવે.
સ્પશઁ ની ઝંખના મન માં હવે.
મન મંદિર માં જાગેલ ભાવના હવે.
હોઠો પર આવી અટકી ગઇ હવે.
ઝંખના નયન દ્રાર પર આવી હવે.
‘કાજલ’ ની તડપ વધી ગઇ હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply