Book Name – કારસો
લેખક: હાર્દિક કનેરિયા
ISBN No. – 9789386734129
પ્રકાશક: અમોલ પ્રકાશન
આખી કથા 1997ની આસપાસ આકાર પામે છે. શરુઆત થાય છે બે સાધારણ પરીવારથી. ઍડવોકેટ રામ અને ડૉ. તરાડીયાના પરીવારથી. ગામથી દૂર, પ્રકૃતિના ખોળામાં ઉછરતા આ પાડોશીઓ અજાણતા જ એક લોહિયાળ જંગનો હિસ્સો બની જાય છે, ને’ શરુઆત થાય છે જીવસટોસટની ઘટનાઓની. એક અવિસ્મરણીય ઘટનાચક્ર. એ દરેક ઘટના સમાજના સાચા ચહેરાથી વાકેફ કરાવશે.
કોઇપણ જાતના વધારાના વર્ણન વગર લખાયેલી આ સસ્પેન્સ થ્રીલરમાંથી એકપણ પેરેગ્રાફ હટાવી શકાય તેમ નથી. રહસ્ય અને રોમાંચથી ભરપુર આ સફર ખાવાપીવાનું ભાન ન ભૂલાવી શકે તો જ નવાઈ! પુસ્તકનું શીર્ષક સાર્થક.
આખા પુસ્તકનું વર્ણન એક જ વાક્યમાં આપવું હોય તો એટલું જ કહીશ, “પાનેપાને રહસ્ય, પાનેપાને કુતુહલ.” એ દરેક નાની-મોટી ઘટનાઓની કડીઓ જોડવાની રીત અને રહસ્ય ઉઘાડું પાડવાની છટા લેખકના દિવાના બનાવી મૂકશે…..
“મેં તેરા હાય રે જબરા, હોયે રે જબરા ફેન હો ગયા…”
– ભાવિક એસ. રાદડિયા
#Book_Review
Leave a Reply