નિત્ય નિરખુ સતત આ શહેર.
સતત ભાગતુ જાગતુ આ શહેર.
સ્વપના ઓ ની નગરી કેવાય આ શહેર.
મોહ નગરી ખેચે તમને તેનામા આ શહેર.
અગવડો માં પણ સગવડ શોધી જાતે ઉભુ થતુ આ શહેર.
મહેનતકશ ને પોતાના માં સમાવતુ આ શહેર.
સતત ફેલાતુ વિકસતુ ધમધમતુ આ શહેર.
પંચરંગી પ્રજા થી ઉભરાતુ આ શહેર.
સૌને પોતાના બનાવતુ ઓળખ આપતુ આ શહેર.
ભગ્ન સ્વપના નો ભાર ઉચકતુ આ શહેર.
‘કાજલ’ આ તારુ – મારુ સૌનુ આ શહેર.
સાગર ના તટે સાગર બની અડીખમ ઉભુ આ શહેર.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply