પેન જ્યારે હાથ લાગી જાય છે,
લાગણીપૂર્વક ગઝલ અમળાય છે.
ગેરહાજર નામ યાદ આવી શકે,
હોય હાજર, એ કદી ભૂલાય છે.
જૂના સિક્કાની ભલે કિંમત નથી,
પ્રેમપૂર્વક આજ પણ પૂંજાય છે.
પ્રેમ, ધીરજ, ભાઈચારો, શાંતિ,
ખાસ મોકા પર વિનંતી થાય છે.
મોજ-મસ્તી ઠીક, ગમના પર્વ પર,
માનવીથી માનવી લૂટાય છે.
કેટલી દાટી દીધી તેં નફરતો?
મારગો પર કેમ ભય હરખાય છે?
સ્વાર્થનો “સિદ્દીક” જ્યાં લગ કૈફ છે,
માનવી ત્યાં બેવફા દેખાય છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply