ધબકતી, ભાગતી, હાંફતી આ જીંદગી ચલ ને જીવી લઇએ.
પ્રિયે થોડી વધુ નિરાંત ચલ ને ચોરી લઇએ.
એકમેક ના સંગાથ ને ચલ ને થોડો વધારે મધુર બનાવી લઇએ.
એક બીજા ના મન ના વિચારો વાતો ચલ નેઆજ કરી લઇએ.
(કદાચ)ઘણી ગોપીત કહાની ઓ હશે ચલ ને તે જાણી લઇએ.
શબ્દો ની જરુર નથી જયાં, ચલ ને મૌન ને માણી લઇએ.
સફર ના સંગાથી ચલ ને સફર રંગીન બનાવી લઇએ.
ઘણી પળો છુટી ગઈ જીવન માં ચલ ને માણી લઇએ.
સમય ખુટે પેલા થોડા માં ઘણુ કહી ચલ ને થોડા માં ઘણુ જીવી લઇએ.
‘કાજલ’ જીંદગી ની એક નવી ડગર ચલ ને કંડારી લઇએ.
જયાં તારા મારા નહી આપણા સપના એક હોય ચલ ને એવુ વિશ્ર્વ બનાવી લઇએ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply