નયન થી નયન મળ્યા દીલ થી દીલ મળ્યા હવે.
એક મેક ને માટે હસ્ત થી હસ્ત મળશે હવે.
ચાંદની રાતો એ સમુદ્ર કિનારે મળીશુ હવે.
જીવન સફર ની નાવ ને હંકારીશુ હળવે થી હવે.
હાથો માં રચાયેલ મહેંદી ની વાત કહીશુ તમને હવે.
તમારા સહવાસ માં જીવન સફર તય કરીશુ હવે.
તમારા જીવન ને ખુશી ઓ થી ભરવા ચાહુ છુ હવે.
સજાવેલ સપના ને પુરા કરવા ચાહુ છુ હવે.
તમારા મારગ ના કાંટા વીણશું અમે હવે.
‘કાજલ’ અસ્તિત્વ ભુલી ને તમારા માં વીલીન થવા માગું છું હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply