દીકરી હંમેશા વ્હાલ નો દરિયો.
મારે ખોટ આ દરિયા ની.
મારે જો એક દીકરી હોત.
તો હું ખુશનશીબ હોત
મારી ઓળખ મારી દીકરી હોત.
મારે જો એક દીકરી હોત.
અમારા સુખ દુ:ખ તે સમજત
દીકરા થી વધારે તે અમને ઓળખત.
મારે જો એક દીકરી હોત.
પાપા ની લાડકી આંખ નો તારો બનત
પાપા ની ઢીંગલી- પરી પાપા ની સાથી બનત.
મારે જો એક દીકરી હોત.
દાદા-દાદી ઘરના ની લાડકી હોત
ઘર માં રૂમઝુમ ના કલશોર હોત.
મારે જો એક દીકરી હોત.
ઘર મારુ સ્વગઁ બનત
ભાઇ બેન ની અનોખી જોડ હોત.
મારે જો એક દીકરી હોત.ભાઇ ની એ લાડલી બનત
ભાઇ ના હાથ પર રક્ષા બાંધત
મારે જો એક દીકરી હોત.
નાની કે મોટી બેન માં નુ રૂપ
ભાઇ માટે બીજી માં સાથી હોત.
મારે જો એક દીકરી હોત.
‘કાજલ’ ઈચ્છે છે દીકરા ની દીકરી બનવા
જે પ્રેમ -હેત બેન દીકરી આપે તે આપવા.
મારે જો એક દીકરી હોત.
હું દુનીયા ની સૌથી સુખી માં હોત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply