તારૈ દ્વારે રોજ હું આવતી,
દ્વાર તારા મૌન ના ખખડાવતી.
મૌન તારુ સમજવા ને ચાહતી,
તારી ઋજુતા, સંવેદનશીલ તા ને ચાહતી.
ચાહુ છું તને, શબ્દો સાંભળવા નીશદિન આવતી,
તુજ દ્વાર પર મૌન ના પહેરા માં ખોવાતી.
મૌન ના પડધા મારા માં સાંભળતી,
તારા દુ:ખો -દરદો પીડાને જીવતી.
તારી જ ખુશી નીશદિન ચાહતી,
તુંજ સંગ ચાલવા સતત મથતી.
‘કાજલ’ જાણવા ને જણાવવા ચાહતી,
તુજ સુધી પહોંચવા મથામણ કરતી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply