તારા બોલાવે તો હું દોડી દોડી આવુ.
તારા પ્રેમ માં કાંચા તાંતણે ખેંચાઇ આવુ.
તારા ઇશારો ઓ માં તો હું તારો બની આવુ.
પુનમ ની રાતે ને ગરબા તાલે તારો બની આવુ.
આપણી આ પ્રીત ના મધુર ગાન ગાતો આવુ.
આપણી જોડી ને નંબર વન બનાવતો આવુ.
‘કાજલ’ કહે તારા બોલાવ્યો “દોડી જ આવે.
તારી ઇચ્છા ઓનો પડધો પાડતો આવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply