તારા અહંમ ની મારા અસ્તિત્વ સાથે લડાઇ ….
અસ્તિત્વ હંમેશા હારતુ અહંમ હંમેશા જીતતો..
આજપણ….
કશું નથી બદલાયું ગુલામ, દાસી, દાસતા, ભોકતા..
અનેક નામ ને આપ્યું એકજ નામ..
સહધમઁચારીણી……
સહધમઁ?…કયો ધમઁ…જી હજુરી જ…?
તારા અહંમ ને પોષતો જ ધમઁ…?
તે ગમા – અણગમા, મત, ઇચ્છા, આકાંક્ષા …
સમાજ સામે જ સ્વીકાર ..
પરદા પાછળ (ખાનગીમાં)કરવાનો તેજોવધ?
બે મોઢા નો માનવી ચાલે જુદુ દેખાડે જુદુ…
પોતે પાળેલી માન્યતા ઓ નો બંધન માં…
હરસબંધ ને બાંધે. ન વિચારે નહિ..
કશું અલગ નવીન..
પગતળે ચાંપે તેની પ્રતિભા ને..
સ્વીકારી જ નથી શકતો તેની સજઁનાત્મકતા..
કે એક ડગલુ આગળ તે વધી શકે તેના થી ..
‘કાજલ’ ના પ્રયત્નો -પ્રયત્નો પ્રયત્નો જ રહયા …
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply