તસ્વીર તમારી બોલતી નથી, બસ અફસોસ એટલો છે હવે,
વાતો મારી સંભળાવુ કોને ફરિયાદ એટલી જ છે હવે.
આ અંતર નો વાંધો નથી મને વાત એટલી છે હવે,
આ સુખદુઃખ ની વાતો કરુ કોની સાથે વાત એટલી જ છે હવે.
તમે નારાજ થાવ તેની બીક નથી મને હવે,
તમને કેમ મનાવવા વાત એટલી જ છે હવે.
જયાં તમે ત્યાં હું કહયુ મે કેટલી વાર,
તમારો પડછાયો બનીશ એ પણ કહયુ કેટલીવાર હવે,
એ નીભાવુ કઈ રીતે?વાત બસ એટલી જ છે હવે.
તમારી ઈચ્છા એજ મારી ખુશી એજ વાત છે હવે,
તમને મંજુર હોય આ અંતર તો ચાલો,
એ પણ સ્વીકાયુઁ વાત બસ એટલી જ છે હવે.
‘કાજલ ‘ તો તમારી દીવાની બની છે હવે,
વાત તો બસ એટલી જ છે હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply