તરસી કુંવારી ધરતી હતી
ત્યાં આવી ચડેલ પરદેશી હતો.
તેણે અજાણ પણે વાવેલ બીજ હતુ.
પરદેશી ત્યાં થી ચાલી ગ્યો હતો.
અચાનક વષાઁ નુ આગમન હતુ.
અે પડેલ બીજ બની ગયુ અંકુર હતુ.
ધરતી કુંવારી હતી નામ તેની પાસે ન હતુ.
અે છોડ જે બાગ ની મેહેંક બની શકે તેમ હતો.
તેબની ગયો બીન માળી બીન માવજત..
ધરતી માટે શ્રાપ હતો.
જંગલી વગડાઉ નામ આપેલ લોકો એ તેને હતુ.
‘કાજલ’ કહે આ કસુર કોનો હતો.
ધરતી જે પ્યાસી હતી?
શું આ કસુર તેનો હતો?
કે પરદેશી જેણે અજાણ પણે રોપેલ બીજ હતુ.
કે પછી બીજ નો જે બની ગયુ અંકુર હતુ.
કે પછી વષાઁ નો જેણે ફુલવા ફાલવા દીધુ હતુ.
કે પછી સમાજ નો જેણે નામ આપેલ વગડાઉ હતુ.
ના દોષ હતો સમય નો જે ધરતી એ..સાચવી ના લીધો.
એ ઇલ્જામ ધરતી પર હતો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply